પારસ્પરિક અસર કરનારું નમુના મતપત્ર
મતદાન કેન્દ્ર ઉપર સમય ની બચત કરો
પારસ્પરિક અસર કરનારું નમુના મતપત્ર એ એક વૈકલ્પિક સાધન છે જે મતદારોને મતદાન કેન્દ્ર પર જતાં પહેલાં તેમની પસંદગીને ઍક્સેસ કરવા, સમીક્ષા કરવા અને ચિહ્નિત કરવાની મંજૂરી આપે છે. પારસ્પરિક અસર કરનારું નમુના મતપત્ર ઓનલાઈન મતદાન નથી અને તે કોઈ ઓળખી શકાય તેવી માહિતીનો સંગ્રહ કરતું નથી, એકવાર તમે તમારા નમુના મતપત્રને એક્સેસ કરી લો પછી તમારી બધી પસંદગીઓ તમારા ફોન, કમ્પ્યુટર અથવા વ્યક્તિગત ઉપકરણ પર સાચવવામાં આવશે.
વારંવાર પૂછાયેલા પ્રશ્નો
- પારસ્પરિક અસર કરનારું નમુના મતપત્ર શું છે?
પારસ્પરિક અસર કરનારું નમુના મતપત્ર એ તમારા નમૂના મતપત્ર પુસ્તિકાનું ડિજિટલ સંસ્કરણ છે જે તમને પસંદગીઓ કરવા અને મતદાન પાસ ઉત્પન્ન કરવાની મંજૂરી આપશે.
- મતદાન પાસ શું છે?
મતદાન પાસ એ તમારી પસંદગીઓ ધરાવતો ક્યુઆર સંકેત છે. કોઈપણ મત કેન્દ્રમાં તમે તમારા મતદાન પાસમાંથી મતપત્ર ચિન્હીત કરવાના ઉપકરણમાં તમારી પસંદગીઓ સ્થાનાંતરિત કરી શકો છો.
- શું મારી અંગત માહિતી મતદાન પાસ માં સંગ્રહીત થશે?
ના. મતદાન પાસ તમારા મતપત્રના પ્રકાર અને પસંદગીઓને સાચવે છે. તમારા વિશે કોઈ માહિતી સંગ્રહિત નથી.
- શું મારી પસંદગી ખાનગી છે?
હા. તમારી પસંદગીઓ ફક્ત તમારા મતદાન પાસમાં અથવા તમારા વ્યક્તિગત ઉપકરણ પર જ સંગ્રહિત છે.
- શું મારે પારસ્પરિક અસર કરનારું નમુના મતપત્ર અને મતદાન પાસનો ઉપયોગ કરવો જરૂરી છે?
ના. પારસ્પરિક અસર કરનારું નમુના મતપત્ર અને મતદાન પાસ એ મત કેન્દ્રમાં તમારા મતદાનના અનુભવને ઝડપી બનાવવા માટે ના વૈકલ્પિક સાધનો છે.
- હું મત કેન્દ્ર ક્યાં શોધી શકું?
તમે અહીં ક્લિક કરીને મત કેન્દ્ર શોધી શકો છો.